- દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેેટ
- SBIએ વિવિધ યોજનાઓ પર વ્યાજદર (Interest rate) અને પ્રોસેસિંગ ફી (Processing fee)માં આપી છૂટ
- SBI રિટેલ ડિપોઝિટર્સ માટે બેન્ક પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ લઈને આવી
ન્યૂઝ ડેસ્કઃ ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખી ગ્રાહકોને ખુશ કરી દીધા છે. SBIએ ગ્રાહકો પર ઓફર્સનો વરસાદ કરી દીધો છે. આ ઓફર્સ SBIની વિવિધ લોન્સ પર આપવામાં આવશે. એટલે કે SBIના ગ્રાહકોને હોમ લોન (Home Loan) પર પ્રોસેસિંગ ફીઝથી પહેલાથી જ છૂટ મળી ચૂકી છે. તો હવે SBIએ કાર લોન અને ગોલ્ડ લોન પર પણ ઓફર શરૂ કરી છે. આ ઉપરાંત પર્સનલ અને પેન્શન લોન (Personal and Pension loan)ના ગ્રાહકો માટે પણ બેન્કે ઓફર શરૂ કરી છે. તો રિટેલ ડિપોઝિટર્સ માટે બેન્ક પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ (Bank Platinum Term Deposits for Retail Depositors) લઈને આવી છે.
કાર લોન પર પ્રોસેસિંગ ફી નહીં ભરવી પડે
SBIએ કાર લોન પર પ્રોસેસિંગ ફીથી 100 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. તેનો ફાયદો બેન્કના વિવિધ ચેનલ્સના માધ્યમથી લોન કાર લોન લેનારા ગ્રાહકો લઈ શકે છે. આ ઉપરાંત કાર લોન લેનારા ગ્રાહકોને કારની ઓન રોડ પ્રાઈઝને 90 ટકા સુધી ફાઈનાન્સ પણ આપવામાં આવી રહી છે. જે લોકો યોનો એપથી કાર લોન માટે એપ્લાય કરશે. તેમને વ્યાજદરમાં 0.25 ટકાની વિશેષ છૂટ મળશે. યોનો SBI યુઝર્સના મામલામાં નવી કાર માટે લોનનો વ્યાજદર 7.5 ટકા વાર્ષિકથી શરૂ થશે.
આ પણ વાંચો-Good New: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો
ગોલ્ડ લોન પર પણ આકર્ષક ઓફર