ગુજરાત

gujarat

ETV Bharat / business

SBIને મળી યેસ બેન્કમાં રૂપિયા 7,250 કરોડ રોકાણ કરવાની મંજૂરી - યેસ બેન્ક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા (SBI) જણાવાયું છે કે, કેન્દ્રીય બોર્ડની કાર્યકારી સમિતિની 11 માર્ચની બેઠકમાં 10 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર યસ બેન્કે 725 કરોડ શેર ખરીદવા માટે મંજૂરી આપી છે.

SBIને મળી યેસ બેન્કમાં રૂપિયા 7,250 કરોડ રોકાણ કરવાની મંજૂરી
SBIને મળી યેસ બેન્કમાં રૂપિયા 7,250 કરોડ રોકાણ કરવાની મંજૂરી

By

Published : Mar 12, 2020, 11:21 PM IST

મુંબઈ: ભારીતય સ્ટેટ બેન્કને સંકટમાં ફસાયેલી યેસ બેન્કમાં રૂપિયા 7,250 કરોડનું રોકાણ કરવાની મંજૂરી મળી ગઈ છે. દેશમાં સૌથી મોટી બેન્કે ગુરૂવારે આ જાણકારી આપી હતી. ભારતીય સ્ટેટ બેન્કે BSEને જણાવ્યું કે, કેન્દ્રીય બોર્ડની કાર્યકારી સમિતિની 11 માર્ચની બેઠકમાં 10 રૂપિયા પ્રતિ શેરના ભાવે યેસ બેન્કનાાં 725 કરોડ શેર ખરીદવાની મંજૂરી આપી છે.

આ સોદા પછી, યસ બેંકમાં એસબીઆઈનો હિસ્સો તેની કુલ ચૂકવણીની મૂડીના 49 ટકાથી વધુ નહીં થાય. રિઝર્વ બેંકે ગત સપ્તાહે યસ બેંકના પુનર્ગઠન માટે ડ્રાફ્ટ પ્લાનની ઘોષણા કરી હતી. ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, વ્યૂહાત્મક રોકાણકારોએ યસ બેંકમાં 49 ટકા હિસ્સો ખરીદવો પડશે. આ સાથે એક શરત એ પણ છે કે, વ્યૂહાત્મક રોકાણકારો સોદાના ત્રણ વર્ષ પછી તેમનો હિસ્સો 26 ટકા કરતા ઓછો કરી શકતા નથી.

રિઝર્વ બેંકે યસ બેંકનો કબજો સંભાળ્યાના એક દિવસ બાદ આ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details