નવી દિલ્હીઃ સરકારે બુધવારે જણાવ્યું હતું કે, સેનિટાઈઝર પણ સાબુ, ડેટૉલ સહિત અન્ય કીટાણુનાશક વસ્તુઓ પર 18 GST લાગું થવાની શક્યતા છે.
નાણાંમત્રાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેન્ડ સેનિટાઈઝર બનાવટમાં ઉપયોગ થનારા વિવિધ રસાયણ, પેકિંગ સામગ્રી અને કાચા માલ સહિતની તમામ વસ્તુઓ પર 18 ટકા GST લાગું થઈ શકે છે.
સેનિટાઝર અને તેના જેવી અનેક વસ્તુઓ પર GST દર ઓછા કરવાથી ફરીથી નવું માળખુ તૈયાર કરાશે. એટલે કાચા માલની સરખામણીએ તૈયાર ઉત્પાદન પર વધુ દર છે. જેના કારણે હેન્ડ સેનિટાઈઝર બનાવવા માટે સેનિટાઇઝર્સના ઉત્પાદકોને પણ નુકસાન થશે.