આ એપ્લિકેશન વાઇબ્રેશન (તરંગો)ને લેખિત (ટેક્સ્ટ) અથવા મૌખિક સંદેશમાં રૂપાંતરિત કરવા અથવા તેનાથી વિરુદ્ધ કરવા માટે મોર્સ કોડનો ઉપયોગ કરે છે. મોર્સ કોડમાં, દિવ્યાંગ વ્યક્તિઓ ડૉટ (બિંદુ) અને ડેશ (હાઇફન)ના માધ્યમથી સંદેશા મોકલે છે. એપ્લિકેશન તેને લેખન અથવા વૉઇસના રૂપમાં પકડે છે. તેવી જ રીતે, લેખિત અથવા મૌખિક સંદેશને મોર્સ કોડમાં વાયબ્રેશનમાં ફેરવવામાં આવે છે, જેના આધારે દિવ્યાંગ વ્યક્તિ સંદેશાઓને સમજી શકે છે.
સેમસંગ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ત્રિવિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, " 'Good Vibes'ને દેશભરમાં દિવ્યાંગ લોકો સુધી પહોંચાડવા માટે અમે 'સેન્સ ઈન્ડિયા' સાથે ભાગીદારી કરી છે. અમે દિલ્હી અને બેંગ્લુરુમાં આ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તે માટે દિવ્યાંગો અને તેમના સહાયકો સાથે વર્કશોપ યોજ્યા છે. "