- રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઈપીઓ
- લઘુતમ બિડ લોડ 27 ઇક્વિટી શેરનો છે અને પછી 27 ઇક્વિટી શેરના ગુણાંકમાં
- ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 53.10 ગણી
- કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 54.20 ગણી છે
અમદાવાદ- નાણાકીય વર્ષ 2020માં અને 31 માર્ચ, 2021 સુધી આવકની દ્રષ્ટિએ ભારતમાં ડેકોરેટિવ એસ્થેટિક્સ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક એસ જે એસ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ છે. કંપનીના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ને સોમવારે ખુલશે અને 3 નવેમ્બર, 2021ને બુધવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 531-542 નક્કી કરાઈ છે.
ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે
ઓફર એવરગ્રાફ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 7,100.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ અને કે એ જોસેફ દ્વારા રૂ. 900.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર છે. ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવવામાં આવશે, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધીન છે.
20 દેશોમાં અંદાજે 90 શહેરોમાં પાર્ટ સપ્લાય કરે છે