નવી દિલ્હીઃ ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ પ્રતિ ડોલર 74 રૂપિયાની સપાટી પહેલેથી જ વટાવી ચૂક્યો છે. હાલની સ્થિતિને જોતાં જાણકારોનું માનવું છે કે, વૈશ્વિક આર્થિક ચિંતાઓ, ક્રૂડ ઓઈલમાં વધુ ઘટાડાની આશંકાના પગલે આગામી દિવસોમાં ડોલરની સરખામણી રૂપિયામાં વધુ ઘટાડો થઈ શકે છે. સોમવારે રૂપિયો ડોલરની સરખામણીએ 17 મહિનાની નીચી સપાટીએ એટલે કે 74.17 સુધી પહોંચી ગયો છે.
રૂપિયો પહેલેથી જ 74ને પાર, હજી વધુ ઘટવાની શક્યતા - 1991ના ખાડી યુદ્ધ
ભારતીય રૂપિયો પ્રતિ ડોલરે 74 રૂપિયાની સપાટી પહેલેથી જ પાર કરી ચૂક્યો છે. જાણકારોનું માનવું છે કે, વૈશ્વિક આર્થિક ચિંતાઓ, નાણાકીય અને ક્રૂડ ઓઈલમાં વધુ ઘટાડાની આશંકાના પગલે આગામી દિવસોમાં ડોલરની સરખામણી રૂપિયામાં વધુ ઘટાડો થઈ શકે છે. સોમવારે રૂપિયો ડોલરની સરખામણીએ 17 મહિનાની નીચી સપાટીએ એટલે કે 74.17 સુધી પહોંચી ગયો છે.
રૂપિયામાં આ ઘટાડો કોરોના વાયરસના પ્રકોપને કારણે વૈશ્વિક અર્થતંત્રની હાલત ગંભીર થવાને કારણે તેમજ ક્રૂડ ઓઈલમાં વધુ ઘટાડાની આશંકાના પગલે થયો છે. જોકે, ગત 10 વર્ષમાં અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો ઘણો નબળો પડ્યો છે. પરંતુ ગત 1 મહિના દરમિયાન રૂપિયો ડોલરની સરખામણીએ 71 થી 74ની સપાટી સુધી પહોંચી ગયો છે.
તેલની કિંમતમાં ઘટાડાએ બજારમાં એક મોટી ભૂમિકા નિભાવી છે. સોમવારે ઉર્જા બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને તેલની કિંમતોમાં લગભગ 70 ટકા ઘટાડો જોવા મળ્યો છે, જે 1991ના ખાડી યુદ્ધ બાદ સૌથી મોટો ઘટાડો છે.