ગુજરાત

gujarat

ETV Bharat / business

RTGS સેવા ડિસેમ્બર-2020થી 24 કલાક ઉપલબ્ધ રહેશે

દેશમાં રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સુવિધા ડિસેમ્બર 2020થી 24 કલાક ઉપલબ્ધ કરવામાં આવશે. RTGS હેઠળ રૂપિયા 2 લાખ કે તેથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

RTGS
RTGS

By

Published : Oct 9, 2020, 3:03 PM IST

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે નાણાકીય નીતિ સમીક્ષા બેઠક બાદ જાહેરાત કરી છે કે, દેશમાં રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સુવિધા ડિસેમ્બર 2020થી 24 કલાક ઉપલબ્ધ કરવામાં આવશે. ઓનલાઇન ભંડોળ ટ્રાન્સફર માટે RTGS એક મોટી સેવા છે. આ અગાઉ RBIએ ખાતા ધારકોને સૂચના આપી હતી કે, બચત ખાતા ધારકો માટે NEFT અને RTGS દ્વારા કરવામાં આવતી પેમેન્ટ નિઃશુલ્ક કરશે.

RTGS સેવા ડિસેમ્બર 2020થી 24 કલાક ઉપલબ્ધ રહેશે. મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન રીઅલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ પર 24x7x365 આધારે ઉપલબ્ધ કરાવાની દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થઇ ગયો છે.

હાલમાં RTGS સેવા સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે અને RTGS સેવા રજાના દિવસોમાં પણ બંધ રહે છે. પરંતુ આ સેવા ડિસેમ્બરથી રજામાં પણ મળશે. ઓનલાઇન બેંકિંગ દ્વારા મોટા વ્યવહારો માટે RTGS સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. RTGS સેવા દ્વારા ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ શકે છે, પરંતુ હવેથી ટ્રાન્ઝેક્શન વ્યવહારની કોઈ મર્યાદા નથી.

હાલમાં દેશભરમાં 1.40 લાખ બેન્ક શાખાઓ RTGS સેવા આપી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરથી NEFT સેવા 24 કલાક ઉપલબ્ધ કરાઈ છે. RBIના આદેશ બાદ હવે NEFT વ્યવહાર 365 દિવસ 24 કલાક કરી શકાય છે, જ્યારે અગાઉ આ સુવિધા ફક્ત કામના દિવસોમાં અને કામના કલાકોમાં જ ઉપલબ્ધ હતી. રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) હેઠળ રૂપિયા 2 લાખ કે તેથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આના દ્વારા પૈસા તરત જ ટ્રાન્સફર થાય છે. રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) દ્વારા ભંડોળના સ્થાનાંતરણની કોઈ ન્યૂનતમ મર્યાદા નથી. આ ભંડોળના ટ્રાન્સફર દ્વારા અડધાથી એક કલાકનો સમય લાગે છે.

ABOUT THE AUTHOR

...view details