ગુજરાત

gujarat

ETV Bharat / business

આજથી ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રી, RTGS અને NEFT પર નહીં લાગે ચાર્જ

ન્યૂઝ ડેસ્કઃ ઓનલાઈન મની ટ્રાન્સફરમાં વધારો કરવા માટે આજે મોટી રાહત મળવાની છે. આજે નાણા ટ્રાન્સફરમાં કોઈ પણ ચાર્જ લાગશે નહીં. કોઈ પણ ચાર્જ વગર આરટીજીએસ (RTGS) અને એનઈએફટી (NEFT)થી નાણા ટ્રાન્સફર કરી શકાશે. RBIએ નિર્ણય કર્યો છે કે, આજથી RTGS અને NEFT ટ્રાંજેક્શનમાં કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે.

ફાઈલ ફોટો

By

Published : Jul 1, 2019, 11:49 AM IST

SBIએ NEFTથી થનારા વ્યવહારોમાં 1થી 5 રૂપીયાની વચ્ચે અને RTGSથી થનારા વ્યવહારમાં 5થી 50 રૂપિયા લેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, RTGSથી 2 લાખથી વધારે રકમની ટ્રાન્સફર કરી શકાય છે.

જાણો શું છે RTGS

RTGS મની ટ્રાન્સફરની સૌથી ઝડપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મની મેળવવા માટે તાત્કાલિક અથવા 30 મિનિટની અંદર બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે. RTGSનો ઉપયોગ મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર કરી શકાય છે.

જાણો શું છે NEFT

NFFT RTGSની અપેક્ષના ધીમું છે. NEFTમાં મની ટ્રાન્સફર માટે એક નક્કી કરેલા સમય પર જ થાય છે. કાર્યદીવસ દરમિયાન એક કલાકમાં NEFT દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. NEFTમાં ન્યૂનતમ રકમની કોઈ લિમિટ નથી હોતી.

ABOUT THE AUTHOR

...view details