ગુજરાત

gujarat

ETV Bharat / business

ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગની સંભાવનાના કારણે રોયલ એન્ફિલ્ડે 2.36 લાખ બાઈક્સ રિકોલ કરી - ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગની સંભાવના

રોયલ એન્ફિલ્ડ કંપનીએ કુલ 2,36,966 બાઈક્સ રિકોલ કરી છે. કારણે કે, આ તમામ બાઈક્સના પાર્ટ્સમાં મોટી ગડબડ જોવા મળી છે. કંપનીએ કહ્યું હતું કે, કેટલીક બાઈક્સમાં ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગ થવાની સંભાવના છે.

ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગની સંભાવનાના કારણે રોયલ એન્ફિલ્ડે 2.36 લાખ બાઈક્સ રિકોલ કરી
ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગની સંભાવનાના કારણે રોયલ એન્ફિલ્ડે 2.36 લાખ બાઈક્સ રિકોલ કરી

By

Published : May 20, 2021, 11:12 AM IST

  • કેટલાક સાધનોમાં ગડબડ હોવાથી રોયલ એન્ફિલ્ડે બાઈક્સને પરત બોલાવી
  • દેશ વિદેશમાંથી કુલ 2,36,966 બાઈક્સને પરત બોલાવવામાં આવી છે
  • કેટલીક બાઈક્સમાં ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગની સંભાવનાથી બાઈક્સ રિકોલ કરાઈ

નવી દિલ્હીઃ દેશની મુખ્ય પર્ફોર્મન્સ બાઈક બનાવનારી ઓટોમોબાઈલ કંપની રોયલ એન્ફિલ્ડે દેશમાં કેટલાક મોડલ્સને રિકોલ કર્યા છે. ચેન્નઈમાં આવેલી વાહન નિર્માતા કંપનીએ કેટલીક બાઈક્સમાં ઉપયોગમાં લેવામાં આવેલા સાધનોમાંથી એકમાં મોટી ગડબડને શોધી કાઢી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કેટલીક બાઈક્સમાં ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગ હોવાની સંભાવના છે, જેનાથી બાઈકના પર્ફોર્મન્સ પર અસર થશે. એટલું જ નહીં, કંપનીનું કહેવું છે કે, કેટલાક મામલામાં આ ગડબડ વીજળીની શોર્ટ સર્કિટનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો-બાળકો માટે એક્સક્લુસિવ ગુજરાતી ચેનલ 'ઈટીવી બાળ ભારત' 12 ભાષાઓમાં લોન્ચ

કંપનીએ હાલમાં લોન્ચ થયેલી બાઈક્સ પણ પરત બોલાવી

આ સમસ્યાના કારણે રોયલ એન્ફિલ્ડે બુલેડ 350, ક્લાસિક 350 અને હાલમાં જ લોન્ચ થયેલી Meteor 350 બાઈકની 2,36,966 યુનિટ્સને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે,ત આ વાહન નિર્માતા તરફથી એક સ્વૈચ્છિક રિકોલ છે. આનાથી ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021 વચ્ચે બનેલી બાઈક્સને પણ અસર થશે. રોયલ એન્ફિલ્ડે ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021 વચ્ચે બનેલા Meteor 350 મોડલને પણ રિકોલ કર્યા છે.

આ પણ વાંચો-માઇક્રોસોફ્ટે તેની કમ્યુનિકેશન એપ્લિકેશન ટીમ્સનું વ્યક્તિગત સંસ્કરણ લોન્ચ કર્યું

રિકોલની અસર અનેક મોડલ પર પડશે

આ સાથે જ રોયલ એન્ફિલ્ડે કહ્યું હતું કે, આ રિકોલની અસર Meteor 350, Classic 350 અને Bullet 350 જેવા અનેક મોડલ પર પણ પડશે, જે ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021 દરમિયાન થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને મલેશિયામાં વેચવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details