મુંબઇ: આપને જણાવી દઇએ કે,અગાઉ રિલાયન્સ ફાઉન્ડેશને માત્ર 2 અઠવાડિયામાં મુંબઇમાં 100 બેડની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ બનાવી હતી. રિલાયન્સ 1 લાખ માસ્ક અને હજારો પીપીઈ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન પણ કરી રહી છે. જેથી દેશના આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન રાખી શકાય. રિલાયન્સ પહેલાથી જ ઇમરજન્સી વાહનોમાં ફ્યુઅલ અને ડબલ ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે.
ભંડોળની જાહેરાત બાદ મુકેશ અંબાણીએ કહ્યું, અમને વિશ્વાસ છે કે ભારત કોરોનો વાયરસની આપદા પર વહેલી તકે વિજય પ્રાપ્ત કરી લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આખી ટીમ સંકટની આ ઘડીમાં દેશની સાથે છે અને કોવિડ -19 સામેની આ લડત જીતવા માટે કાંઇપણ કરી છૂટશે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, "કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ, ખાસ કરીને ફ્રંટલાઇન પર રહેલા લોકોને અમારો સંપૂર્ણ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિજ્ઞા લઇએ છીએ.