નવી દિલ્હી:કેન્દ્રીય ખાતાવહી હવે નજીક છે અને જે આંકડાઓની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે આર્થિક ખાધના આંકડા છે જે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ જાહેર કરશે.
ગયા વર્ષે જુલાઈમાં રજૂ કરેલી તેમની પ્રથમ ખાતાવહીમાં,તેમણે વર્ષ 2019-2020 માટે નાણાં ખાધ દેશના જીડીપીના 3.3 ટકા અથવા રૂ. 7 લાખ કરોડથી થોડી વધુ રહેશે તેમ અંદાજ દર્શાવ્યો હતો.
વર્ષ 2003માં વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની સરકારે કેન્દ્ર અને રાજ્યો બંનેના કામકાજમાં આર્થિક શિસ્ત લાવવા માટે નાણાકીય જવાબદારી અને ખાતાવહી પ્રબંધન અધિનિયમ (એફઆરબીએમ અધિનિયમ) લાવ્યો હતો.
તેના માટે કેન્દ્રએ તેની આવક ખાધ ઘટાડીને જીડીપીના શૂન્ય ટકાએ અને નાણાં ખાધ જીડીપીના 3.3ટકાએ લાવવાની હતી.
જોકે અર્થશાસ્ત્રીઓ માને છે કે વિતેલા સમયમાં એફઆરબીએમ અધિનિયમની જોગવાઈઓ મંદ કરી દેવાઈ છે જેના કારણે અર્થતંત્રમાં માળખાગત નબળાઈ સર્જાઈ રહી છે અને મોદી સરકારે અર્થતંત્રને પુનઃ બેઠું કરવા માટે મૂળ એફઆરબીએમ અધિનિયમ તરફ પાછા ફરવાની જરૂર છે.
"તત્ત્વદર્શનની રીતે,એફઆરબીએમ એ આવક ખર્ચથી મૂડી ખર્ચ વચ્ચે ખર્ચ બદલવાની વ્યવસ્થા છે અને તે ખર્ચ સંક્ષિપ્તીકરણની વ્યવસ્થા નથી,"તેમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પૉલિસી (એનઆઈપીએફપી) ખાતે પ્રાધ્યાપક એન. આર. ભાનુમૂર્તિએ જણાવ્યું હતું.
તેમણે ઊંચા મૂડી ખર્ચ અને ઊંચા જીડીપી વૃદ્ધિ વચ્ચેના સંબંધને સમજાવતાં ઇટીવી ભારતને જણાવ્યું હતું કે "મૂળ એફઆરબીએમ અધિનિયમમાં નાણાં ખાધને જીડીપના 3 ટકા જેટલી નીચે લાવવાની અને આવક ખાધ જીડીપીના શૂન્ય ટકા જેટલી નીચે લાવવાની હતી. આ અનુકૂલનમાં,શું થાય છે કે મૂડી ખર્ચ સમય જતાં વધે છે અને ઉપભોગ ખર્ચ ઘટે છે."
આવક ખર્ચ કે જેનો અર્થ મૂળભૂત રીતે સરકારના પગાર તેમજ પેન્શન બિલ,સબસિડી અને વ્યાજ ચૂકવણી તેમજ અન્ય બિનઉત્પાદક ખર્ચ જેવા સંચાલનનો ખર્ચ છે,તેનાથી વિરુદ્ધ મૂડી ખર્ચ રસ્તા,બંદરો,શાળાઓ અને હૉસ્પિટલો જેવી અસ્ક્યામતોના સર્જનમાં જાય છે.
ઊંચા મૂડી ખર્ચનો અર્થ થાય છે આંતરમાળખામાં વધુ નાણાંનો પ્રવાહ વહે જેની દેશના આર્થિક વિકાસ પર ગુણન અસર થાય.