ગુજરાત

gujarat

ETV Bharat / business

રીટેઈલ મોંઘવારીમાં વધારા પછી થોડા રાહતના સમાચાર, એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો

નવી દિલ્હી- ચૂંટણીના પરિણામો પહેલા મોંઘવારી મુદ્દે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.07 ટકા રહ્યો છે. જ્યારે માર્ચમાં આ આંક 3.18 ટકા હતો. વાર્ષિક આધાર પર જોઈએ તો એપ્રિલ 2018માં જથ્થાબંધ મોંઘવારી દર 3.63 ટકા રહ્યો હતો.

રીટેઈલ મોંઘવારીમાં વધારા પછી થોડા રાહતના સમાચાર, એપ્રિલમાં  જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો

By

Published : May 14, 2019, 3:01 PM IST

આંકડા પર નજર કરીએ તો એપ્રિલમાં ઈંડા અને ચીકનનો મોંઘવારી દર 5.84 ટકાથી વધી 6.94 ટકા રહ્યો છે. એવી જ રીતે બટાટાનો મોંઘવારી દર 1.30 ટકાથી ઘટી માઈનસ 17.15 ટકા પર આવી ગયો છે. જ્યારે શાકભાજીનો મોંઘવારી દર 28.13 ટકાથી વધી 40.65 ટકા પર પહોંચી ગયો છે.

આ પહેલા સોમવારે રીટેઈલ મોંઘવારી દરના આંકડા જાહેર થયા હતા. તે મુજબ એપ્રિલમાં ખાદ્ય પદાર્થો અને ઈંધણની કીમતો વધવાને કારણે એપ્રિલમાં રીટેઈલ મોંઘવારી દરમાં વધારો થયો હતો. એપ્રિલમાં રીટેઈલ મોંઘવારી દર 2.92 ટકા નોંધાયો હતો. જ્યારે વીતેલા મહિને માર્ચમાં 2.86 ટકા હતો. વાર્ષિક આધાર પર સરખામણી કરીએ તો તેમાં ઘટાડો થયો છે, વીતેલા વર્ષે એપ્રિલમાં મોંઘવારી દર 4.58 ટકા રહ્યો હતો.

એપ્રિલમાં શાકભાજી, ઈંડા, માસ અને માછલીઓના ભાવમાં વધારો થયો છે, જેથી વાર્ષિક આધાર પર મોંઘવારી દરમાં વધારો થયો છે. પણ સામે દાળ અને ખાંડના ભાવ ઘટ્યા છે.

ABOUT THE AUTHOR

...view details