ગુજરાત

gujarat

ETV Bharat / business

RBIની મોનેટરી પોલિસીની બેઠક, ઘટી શકે છે વ્યાજદર - repo rate

મુંબઈ: આજે રિઝર્વ બેન્ક નવા નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિની સમીક્ષા કરશે. નિષ્ણાંતોને આશા છે કે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રીય બેંકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2019-20ના નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક 2 એપ્રિલથી 4 એપ્રિલ સુધી ચાલશે.

ફાઇલ ફોટો

By

Published : Apr 2, 2019, 11:09 AM IST

Updated : Apr 2, 2019, 1:48 PM IST

વૈશ્વિક સ્તર પર આર્થિક નરમાશને કારણેદેશની વૃદ્ધિ પરઅસર કરે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને, ઉદ્યોગ અને નિષ્ણાંત દ્વારા બેંક આર્થિકપ્રવૃત્તિમાં વધારો કરવા માટે મુખ્ય પોલિસી રેટ 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.
રેપો રેટ એદર છે કે જેમાં કેન્દ્રીયબેંક બેંકોને ધિરાણ આપે છે. અગાઉ આરબીઆઇએ ફેબ્રુઆરીમાં રેપો રેટ 0.25 ટકા કાપ્યો હતો. આ કપાત દોઢ વર્ષનાઅંતરાલ પછી કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રેપો રેટમાં ઘટાડો, ચૂંટણી સીઝન દરમિયાન દેવાદારોને રાહત આપશે.


Last Updated : Apr 2, 2019, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details