ગુજરાત

gujarat

ETV Bharat / business

Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા - નગર અર્બન કો-ઓપરેટિવ બેન્કની નાણાકીય સ્થિતિ

ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India- RBI) મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલી નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Nagar Urban Co-operative Bank) લિમિટેડ પર કેટલાક અંકુશ લગાવ્યા છે.

Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા
Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા

By

Published : Dec 7, 2021, 3:54 PM IST

  • ભારતીય રિઝર્વ બેન્કે નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો
  • મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલી બેન્ક પર કેટલાક અંકુશ લગાવાયા
  • આ અંકુશ અંતર્ગત ગ્રાહકો ખાતામાંથી 10,000 રૂપિયા જ ઉપાડી શકશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India- RBI) નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Nagar Urban Co-operative Bank) લિમિટેડ પર કેટલાક અંકુશ લગાવ્યા છે. આ અંકુશો અંતર્ગત બેન્કના ગ્રાહકો માટે પોતાના ખાતામાંથી નાણા ઉપાડવાની મર્યાદા (WITHDRAWAL LIMIT) 10,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. બેન્કની ખરાબ નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રિય બેન્કે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો-Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ

આ અંકુશ 6 મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ (Banking Regulation Act) (સહકારી સમિતિઓ માટે લાગુ), 1949 અંતર્ગત આ અંકુશ 6 ડિસેમ્બર 2021ના કામકાજના કલાકોની સમાપ્તિના 6 મહિનાના સમયગાળા માટે લાગુ (applicable for a period of six months) રહેશે અને તેમની સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો-ભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી

રિઝર્વ બેન્કના આદેશની નકલ બેન્ક પરિસરમાં મૂકવામાં આવી

કેન્દ્રિય બેન્કે કહ્યું હતું કે, બેન્ક તેમની મંજૂરી વિના ન તો કોઈ લોન કે એડવાન્સ આપશે તેમ જ તે કોઈ દેવું રિન્યુ નહીં કરે. સાથે જ તેમ જ અમુક પ્રકારનું બેંક રોકાણ કરવું, કોઈ પ્રકારની જવાબદારી લેવી, ભરપાઈ અને સંપત્તિઓનું ટ્રાન્સફર કે વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, બેન્કના ગ્રાહકો પોતાના બચત ખાતા કે ચાલુ ખાતાથી 10,000 રૂપિયાથી વધુ રકમ નહીં ઉપાડી શકે. રિઝર્વ બેન્કના આદેશની નકલ બેન્ક પરિસરમાં મૂકવામાં આવી છે, જેથી ગ્રાહકોને તેના વિશે માહિતી મળી શકે. જોકે, કેન્દ્રિય બેન્કે સ્પષ્ટતા કરી છે કે, આ નિયંત્રણોનો અર્થ બેન્કિંગ લાઈસન્સ રદ કરવા માટે ન કરવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details