- પેટ્રોલ-ડીઝલના મુદ્દે રાહતના સમાચાર
- પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસને જીએસટી હેઠળ આવરી લેવાય એવી સંભાવના
- જી.એસ.ટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાશે
ન્યૂઝ ડેસ્ક: પેટ્રોલ-ડીઝલના મુદ્દે રાહતના સમાચાર મળ્યા છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેવાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જી.એસ.ટી હેઠળ આવરી લેવાય એવી સંભાવના છે, ત્યારે એ જ દિવસે જી.એસ.ટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાશે. કોરોના મહામારી બાદ કાઉન્સિલ પહેલીવાર રૂબરૂ મળશે. કેરળ હાઇકોર્ટના આગ્રહ બાદ પ્રધાનોના સમૂહે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો પ્રધાન સમૂહમાં આ મુદ્દે સહમતી થશે. તો આ પ્રસ્તાવ જી.એસ.ટી. કાઉન્સિલને સોંપવામાં આવશે. એ પછી કાઉન્સિલ આ પ્રસ્તાવ પર વિચારણા કરશે.
આ પણ વાંચો:પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રાહત નહિ આપી શકે સરકાર, જાણો નાણાપ્રધાને શા માટે આમ કહ્યું?