ગુજરાત

gujarat

ETV Bharat / business

Reliance Jio New Prepaid Plan : Jioની નવી ઓફર, આખા વર્ષ માટે રિચાર્જ પર દરરોજ 2.5 GB ડેટા મળશે

રિલાયન્સ જિયો ટેરિફ રેટ વધાર્યા બાદ પોતાના પ્લાનને અપડેટ(Reliance Jio New Prepaid Plan) કરી રહી છે. આ અંતર્ગત કંપની લાંબી વેલિડિટી સાથે પ્લાનમાં વધુ ડેટા ઓફર(Jio New Offer) કરી રહી છે. આ સિવાય અન્ય પ્લાનને જીયોમાર્ટ મહા કેશબેક ઓફર(JioMart Maha Cashback Offer) સાથે જોડવામાં આવ્યા છે.

Reliance Jio New Prepaid Plan : Jioની નવી ઓફર, આખા વર્ષ માટે રિચાર્જ પર દરરોજ 2.5 GB ડેટા મળશે
Reliance Jio New Prepaid Plan : Jioની નવી ઓફર, આખા વર્ષ માટે રિચાર્જ પર દરરોજ 2.5 GB ડેટા મળશે

By

Published : Jan 10, 2022, 3:16 PM IST

નવી દિલ્હીઃ ટેરિફ રેટમાં વધારો કર્યા બાદ રિલાયન્સ જિયોએ એવા ગ્રાહકોને રાહત આપી છે જેઓ લાંબી વેલિડિટી પ્લાન પસંદ કરે છે. રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ પ્લાન(Reliance Jio New Prepaid Plan) લાવ્યું છે. આ પ્લાનમાં ગ્રાહકોને કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS જેવી અન્ય સુવિધાઓ સાથે દરરોજ 2.5 GB ડેટા(Jio New Offer) મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 912.5GB ડેટા મળશે. આ સાથે ગ્રાહકોને JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. આ પ્લાનની કિંમત 2999 રૂપિયા છે.

નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ

અગાઉ Jioએ પણ શોર્ટ વેલિડિટી પ્લાન લોન્ચ(Jio New Plan Launch) કર્યો હતો. 209 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી અને 28 જીબી ડેટા આપવામાં આવતા હતા. જો કે, આ રિચાર્જ પ્લાન હેઠળ, ગ્રાહકો કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ પણ કરી શકે છે અને 28 દિવસ માટે દરરોજ 100 સંદેશ મોકલી શકે છે.

એરટેલેમાં ડેટા અને અન્ય લાભોની ઓફર

જો કે, ગયા મહિને તમામ ટેલિકોમ કંપનીઓએ ટેરિફ રેટમાં વધારો કર્યો હતો. આ પછી કંપનીઓ નવા પ્લાન લાવી રહી છે. આમાં ગ્રાહકોને વધારાના દરે અન્ય ઘણી સુવિધાઓ મફતમાં આપવામાં આવી રહી છે. એરટેલે તેની એપમાંથી પ્લાન રિચાર્જ કરનારા ગ્રાહકોને વધારાના ડેટા અને અન્ય લાભોની ઍક્સેસ આપવાની પણ ઓફર(Airtel Offer Plan) કરી છે.

આ પણ વાંચોઃ Indian Telecom and Internet Company : ભારત સરકારે ટેલિકોમ અને ઇન્ટરનેટ કંપનીઓએ બે વર્ષ સુધી ડેટા કોલ રેકોર્ડ રાખવાનું કહ્યું..!

આ પણ વાંચોઃ ગૂગલ પેના યુઝર્સ હવે નાણાકીય વ્યવહાર માટે મર્યાદા નક્કી કરી શકશે

ABOUT THE AUTHOR

...view details