મુંબઇ: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસનું માનવું છે કે, સ્થાનિક અર્થતંત્રને કોરોના વાઇરસના અસરોથી બચાવવા તમામ પ્રયત્નો જરૂરી છે.
નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે મેક્રો-અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડે તે પહેલાં, તેનો ફેલાવો અટકાવવાની જરૂર છે. આ સંજોગોમાં, વિવિધ ક્ષેત્રોમાં નાણાનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવો ફરજિયાત છે, કારણ કે તે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે.