ગુજરાત

gujarat

ETV Bharat / business

RBIએ વોડાફોન M-Paisa અને PhonePe ને ફટકાર્યો દંડ, જાણો કેમ - mumbai

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે વોડાફોન એમ-પૈસા અને ફોન પે સહિત પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) જાહેર કરનારી 5 કંપનીઓ પર નિયમોના ઉલ્લંઘન કરવા બદલ દંડ લગાવ્યો છે. આના સિવાય અમેરિકી કંપનીઓએ વેસ્ટર્ન યૂનિયન ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ક અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ્સ ઇન્ક પર પણ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરવાને લઈને દંડ લાદ્યો છે.

RBI

By

Published : May 4, 2019, 1:06 PM IST

કેન્દ્રીય બેંકે નિવેદન જાહેર કર્યું છે કે, 'ચુકવણી અને સમાધાન સિસ્ટમ અધિનિયમ 2007 ની કલમ 30 હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેંકે નિયમનકારી દિશા-નિર્દેશોનું પાલન ન કરવા માટે PPIને રજૂ કરતી 5 કંપનીઓ સામે નાણાકીય દંડ લાદ્યો છે.'

વોડાફોન એમ-પૈસા પર રૂપિયા 3.05 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત મોબાઇલ પેમેન્ટ, ફોન પે, પ્રાઇવેટ અને GI ટેક્નોલોજી પર એક કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. વાઈ કેશ સૉફ્ટવેર સોલ્યુશન્સને 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

અન્ય એક નિવેદનમાં RBIએ જણાવ્યું છે કે, તેણે વેસ્ટર્ન યુનિયન ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ક, યુએસ રુપિયા 29,66,959 અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ્સ ઇન્ક., યુએસએ પર રૂપિયા 10,11,653 નો દંડ લાદ્યો છે.

ABOUT THE AUTHOR

...view details