મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડના થાપણદારો માટે ઉપાડની મર્યાદા વધારીને 1,00,000 કરી દીધી છે.આ અગાઉ 5 નવેમ્બર, 2019 ના રોજ, ઉપાડની મર્યાદા વધારનારને 50,000 રૂપિયા કરી દેવામાં આવી હતી.
PMC બેંક ખાતા ધારકોને રાહત, ઉપાડની મર્યાદા વધારીને 1 લાખ કરાઇ
RBIએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "હાલની કોવિડ -19 સ્થિતિ દરમિયાન થાપણદારોને ચૂકવણી કરવાની અને થાપણદારોની મુશ્કેલીઓને સરળ કરવાની બેંકે થાપણ દીઠ ઉપાડની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1,00,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. "

અખબારી યાદી મુજબ, ઉપરોક્ત છૂટ સાથે, બેંકના જમાકર્તાએ 84 ટકા થી વધુ તેમના સંપૂર્ણ ખાતાની બાકી રકમ પરત લઇ શકશે. રિઝર્વ બેંક, બેંકની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને બેંકના થાપણદારોના હિતોની સુરક્ષા માટે જરૂરી હોવાથી આગળ પગલાં લેવાનું ચાલુ રાખશે.