નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગુરુવારે મુખ્ય પોલિસી રેપો રેટમાં (RBI Repo Rate) કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 4 ટકા પર જાળવી રાખ્યો છે. મતલબ કે, લોનના માસિક હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. તે જ સમયે ફુગાવાના ઊંચા દર વચ્ચે RBIએ તેનું અનુકૂળ વલણ (RBI Monetary Policy) જાળવી રાખ્યું હતું. એટલે કે, અત્યારે પોલિસી રેટમાં વધારાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો-Stock Market India: શેર બજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 58,000ને પાર
સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
આ સળંગ 10મી વખત છે. જ્યારે RBI ગવર્નર શક્તિકાંત દાસની (RBI Governor Shaktikant Das) આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિએ (RBI MPC Meeting 2022) રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ 22 મે, 2020 ના રોજ, માંગને ઉત્તેજિત કરવાના ઉદ્દેશ સાથે રેપો રેટને (RBI Repo Rate) રેકોર્ડ નીચલા સ્તરે ઘટાડી દેવામાં આવ્યો હતો. MPCના નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું હતું કે, સમિતિએ રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત્ રાખ્યો છે.
આ પણ વાંચો-Budget Tax Sector 2022: ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની કરી જાહેરાત
છૂટક ફૂગાવો 4.5 ટકા રહેવાની સંભાવના
તેમણે એમ પણ કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત રહે છે અને મજબૂત આર્થિક વૃદ્ધિ હાંસલ કરતી અર્થવ્યવસ્થાઓમાં દેશ રહે છે. RBI ગવર્નરે (RBI Governor Shaktikant Das) જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીએ (RBI MPC Meeting 2022) રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર જાળવી રાખ્યો છે. તે જ સમયે, આગામી નાણાકીય વર્ષમાં છૂટક ફૂગાવો 4.5 ટકા રહેવાની સંભાવના છે અને વર્તમાન ક્વાર્ટરમાં ફુગાવો વધશે પરંતુ તે રેન્જમાં રહેશે, આગામી નાણાકીય વર્ષના બીજા ભાગમાં નરમ પડશે.
ફુગાવાનું જોખમ વધ્યુંઃ RBI ગવર્નર
કોરોના અંગે RBI ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરના કારણે આર્થિક ગતિવિધિઓને થોડી અસર થઈ છે. સંપર્ક સંબંધિત વિસ્તારોમાં માગ નરમ પડી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારાથી ફુગાવાનું જોખમ વધી ગયું છે.
વાસ્તવિક GDP અર્થતંત્રને લઈ જશે ઉપર
RBIના ગવર્નરે વધુમાં ઉમેર્યું હતું કે, વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારાથી ફુગાવાનું જોખમ વધી ગયું છે. RBI ગવર્નરે (RBI Governor Shaktikant Das) કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં 9.2 ટકાની વાસ્તવિક GDP વૃદ્ધિ અર્થતંત્રને મહામારી પહેલાના સ્તરથી ઉપર લઈ જશે. તે જ સમયે, RBIએ નાણાકીય વર્ષ 2021-22માં CPI ફૂગાવો 5.3 ટકા અને 2022-23માં 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
RBIએ કેટલીક સ્કિમ ત્રણ મહિના માટે લંબાવી
RBI ગવર્નરે કહ્યું હતું કે, એકંદરે બેન્કોમાં વધારાની રોકડની સ્થિતિ યથાવત્ છે. RBIએ હેલ્થકેર, કનેક્ટિવિટી આધારિત ક્ષેત્ર માટે ઓલવેઝ એક્સેસિબલ કેશ સ્કીમ ત્રણ મહિના માટે લંબાવી છે.