- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) બેન્કોને કર્યો નિર્દેશ
- લીબોરની જગ્યાએ વૈકલ્પિક સંદર્ભ દર અપનાવવા નિર્દેશ
- RBIએ 31 ડિસેમ્બર સુધી વ્યાપક રીતે સ્વીકૃત કોઈ પણ વૈકલ્પિક સંદર્ભ દર (ARR)નો ઉપયોગ કરવા જણાવ્યું
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગુરૂવારે બેન્કો અને નાણાકીય સંસ્થાનો માટે નાણાકીય કરાર માટે સંદર્ભ દર તરીકે લીબોર (london interbank offered rate)ની જગ્યાએ વ્યાપક સ્તર પર સ્વીકૃત અન્ય વૈકલ્પિક સંદર્ભ દર (alternative reference rates)નો ઉપયોગ કરવાનું કહ્યું છે. કેન્દ્રિય બેન્કનો આ નિર્દેશ બ્રિટનની ફાઈનાન્સિઅલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)ના એક નિર્ણય પછી લેવામાં આવ્યો છે. આ અંતર્ગત 5 માર્ચ 2021ની જાહેરાત કરવામાં આવી હતી કે, તમામ લીબોર સેટિંગ્સ અથવા તો કોઈ પણ પ્રશાસક દ્વારા પ્રદાન કરવાનું બંધ કરવામાં આવશે અથવા તો હવે પ્રતિનિધિ દર નહીં હોય.
આ પણ વાંચો-Share Market Updates: શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 199 પોઈન્ટ તૂટ્યો
RBIએ વૈકલ્પિક સંદર્ભ દર (ARR)ના ઉપયોગ કરવા કહ્યું
RBIએ ઉભરતી સ્થિતિને પહોંચી વળવા માટે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને (Financial institutions)સંદર્ભ દર તરીકે લીબોરના આધાર પર નવા નાણાકીય કરાર કરવાથી ઈનકાર કર્યો છે. આના સિવાય જેટલું બને તેટલું જલદી અને કોઈ પણ સ્થિતિમાં 31 ડિસેમ્બર 2021 સુધી વ્યાપક રીતે સ્વીકૃત કોઈ પણ વૈકલ્પિક સંદર્ભ દર (ARR)ના ઉપયોગ કરવા કહ્યું છે.
આ પણ વાંચો-Zomatoને 7,500 કરોડ રૂપિયા એકઠાં કરવા Sebiએ આપી મંજૂરી, આઇપીઓ લાવશે
તમામ નાણાકીય કરારોમાં વૈકલ્પિક દરને લઈને જોગવાઈઓ સામેલ કરવી જોઈએ
કેન્દ્રિય બેન્કની નાણાકીય સંસ્થાઓને સૂચન કર્યું છે કે, તે તમામ નાણાકીય કરારોમાં વૈકલ્પિક દરને લઈને જોગવાઈઓ સામેલ કરવી જોઈએ જે લીબોર સંદર્ભ દરથી જોડાયેલી છે અને જે લીબોર સેટિંગ્સની (Libor settings) જાહેરાત સમાપ્તિ તિથિ પછી પરિપક્વ થાય છે. RBIએ નાણાકીય સંસ્થાઓને (Financial institutions) મુંબઈ ઈન્ટરબેન્ક ફોરવર્ડ આઉટરાઈટ રેટ (FIFOR)નો ઉપયોગ 31 જુલાઈ 2021 સુધી બંધ કરવાની પણ સલાહ આપી છે, જે એક સ્ટાન્ડર્ડ રેટ છે અને લીબોરથી જોડાયેલું છે.