મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ સોમવારે કોવિડ -19 ને કારણે આર્થિક પ્રભાવને પહોંચી વળવા માટે અગાઉ જાહેર કરેલા રાહત પગલાઓના અમલીકરણના સંદર્ભમાં NBFC ક્ષેત્ર અને મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ) માં લિક્વિડિટી અને ધિરાણ પ્રવાહની સ્થિતિની સમીક્ષા કરી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું.
RBIએ NBFC અને MF સાથે લિક્વિડિટી અને ભંડોળ વિશે કરી ચર્ચા - ભારતીય રિઝર્વ બેન્ક
RBI ગવર્નર શક્તિકંતા દાસે બે અલગ અલગ સત્રોમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા NBFC અને MF ના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી.
rbi
બેઠક દરમિયાન RBIએ એમએસએમઇ, વેપારીઓ અને અર્ધ-શહેરી, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગ્રાહકો માટેના મૂડીરોકાણ સહિત ક્રેડિટની આપૂર્તિ માટે NBFC અને MFI સાથે ચર્ચા કરી હતી.
બેઠકમાં આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી લોનની ચુકવણી પર ત્રણ મહિનાના મુદત લાગુ કરવા અને ફરિયાદ નિવારણ તંત્રને મજબુત કરવાની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.