ગુજરાત

gujarat

ETV Bharat / business

અરુણ જેટલીને મળ્યા RBI ગર્વનર શક્તિકાંત દાસ - National News

નવી દિલ્હીઃ RBIના ગર્વનર શક્તિકાંત દાસે રવિવારે ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલની મુલાકાત લીધી હતી. દાસે ટ્વિટ કરી જણાવ્યુ કે , આ મુલાકાત માત્ર એક સૌજન્ય ભેટ હતી, જેનો કોઈ પણ બીજો ઉદ્દેશ ન હતો.

અરુણ જેટલીને મળ્યા RBI ગર્વનર દાસ

By

Published : May 27, 2019, 12:38 PM IST

શક્તિકાંત દાસે આ મુલાકાતનો ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, "આજે સાંજે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી સાથે સૌજન્ય મુલાકાત કરી."

દાસે જેટલી સાથે તે સમયે મુલાકાત કરી જ્યારે જેટલીની તબીયત બગડવાની અટકળો મીડિયામાં ચર્ચાઈ રહી હતી. સરકારે રવિવારે કહ્યુ કે, જેટલી લથડતી તબીયતની વાતો ખોટી અને બેબૂનીયાદ છે. મીડિયાએ અફવાઓ ફેલાવનારાઓથી બચવું જોઈએ.

જેટલીના કોલેજ સમયના મિત્રો અને મીડિયા ક્ષેત્રના દિગ્ગજ રજત શર્મા, રાજ્ય સભાના સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ પણ વરિષ્ઠ ભાજપ નેતા જેટલીની તબીયત લથડી હોવાના સમાચારોને નકાર્યા છે.

ABOUT THE AUTHOR

...view details