ગુજરાત

gujarat

ETV Bharat / business

RBI બોર્ડે પોતાના હિસાબી વર્ષને નાણાંકીય વર્ષ મુજબ બનાવવાની કરી ભલામણ - સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ એફ ડિરેક્ટર્સે પોતાની 582ની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ, વૈશ્વિક અને સ્થાનિક પડકારોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રિઝર્વ બેન્કના વિવિધ કામગીરીના વિસ્તારો પર પણ વિચારણા કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રીય બેન્કના હિસાબી વર્ષ સરકારના નાણાંકીય વર્ષ મુજબ બનાવવાની ભલામણ કરી છે. અધિકૃત નિવેદન આનુસાર બોર્ડે શનિવારે કહ્યું કે, આ સુધારો નાણાંકીય વર્ષ 2020-21થી લાગૂ થઇ શકે છે.

RBI
ભારતીય રિઝર્વ બેન્ક

By

Published : Feb 16, 2020, 1:49 PM IST

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રીય બેન્કના હિસાબી વર્ષ સરકારના નાણાંકીય વર્ષ મુજબ બનાવવાની ભલામણ કરી છે. અધિકૃત નિવેદન આનુસાર બોર્ડે શનિવારે કહ્યું કે, આ સુધારો નાણાંકીય વર્ષ 2020-21થી લાગૂ થઇ શકે છે.

રિઝર્વ બેન્કનું હિસાબી વર્ષ જુલાઈ જ્યારે સરકારનું નાણાંકીય વર્ષ એપ્રિલથી શરૂ થાય છે. રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પોતાની 582ની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ, વૈશ્વિક અને સ્થાનિક પડકારોની સમીક્ષા કરી. આ દરમિયાન રિઝર્વ બેન્કના વિવિધ કામગીરીના વિસ્તારો પર પણ વિચારણા કરવામાં આવી હતી.

રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, ડિરેક્ટર મંડળે 2020-21થી RBIના હિસાબી વર્ષને (જુલાઈ-જૂન)ને સરકારના નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) અનુરૂપ બનાવવા ભલામણ કરી છે. આ અંગેની મંજૂરી માટે એક પ્રસ્તાવ સરકાર પાસે મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details