ગુજરાત

gujarat

ETV Bharat / business

પહેલી ઓગસ્ટથી બલ્ક પેમેન્ટની સુવિધા મળશે 24 કલાક

RBIએ કહ્યું કે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ સપ્તાહના બધા દિવસો કામ કરશે.આ નિયમ પહેલી ઓગસ્ટ, 2021થી અમલમાં આવશે. ભારતની રાષ્ટ્રીય ચૂકવણી નિગમ દ્વારા સંચાલિત (NACH) બલ્ક ચૂકવણી સિસ્ટમ ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવા ચૂકવણી જેવા એકથી ઘણા ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા આપે છે.

પહેલી ઓગસ્ટથી બલ્ક પેમેન્ટની સુવિધા મળશે 24 કલાક
પહેલી ઓગસ્ટથી બલ્ક પેમેન્ટની સુવિધા મળશે 24 કલાક

By

Published : Jun 4, 2021, 6:22 PM IST

  • આરબીઆઈએ કરી જાહેરાત
  • 1 ઓગસ્ટથી 24 કલાક મળશે NACH સુવિધા
  • નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ સપ્તાહના બધા દિવસો કામ કરશે

મુંબઈ:રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (નાચ) સપ્તાહના બધા દિવસો પર ઉપલબ્ધ રહેશે. 1 ઓગસ્ટ, 2021થી આ નિયમ લાગુ થશે. હાલમાં, ચૂકવણી સિસ્ટમ ફક્ત બેંકના કામકાજના દિવસોમાં જ ઉપલબ્ધ છે.

ભારતની રાષ્ટ્રીય ચૂકવણી નિગમ દ્વારા સંચાલિત (NACH) બલ્ક ચુકવણી સિસ્ટમ ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવા ચૂકવણી જેવા એકથી ઘણા ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા આપે છે. તે વીજળી, ગેસ, ટેલિફોન, પાણી, લોન પ્રત્યેના સમયાંતરે હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ અને વીમા પ્રીમિયમથી સંબંધિત ચૂકવણી સંગ્રહમાં પણ સુવિધા આપે છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ COVID-19 મહામારી વચ્ચે ન લીધો પગાર

વધારશે આ લાભ

“ગ્રાહકની સુવિધામાં વધુ વધારો કરવા અને રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટની 24x7 ઉપલબ્ધતાનો લાભ મેળવવા માટે (RTGS) NACH જે હાલમાં બેંકના કામકાજના દિવસો પર ઉપલબ્ધ છે, તે સપ્તાહના તમામ દિવસો પર 1 ઓગસ્ટ, 2021થી લાગુ થવાની દરખાસ્ત છે. આરબીઆઈના (RBI) ગવર્નર શક્તિકાંત દાસે દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતી વખતે આમ જણાવ્યું હતું.

NACHની ઉપયોગિતા

NACH મોટી સંખ્યામાં લાભાર્થીઓને સીધા લાભ સ્થાનાંતરણ (DBT) ના લોકપ્રિય અને અગ્રણી મોડ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મથી હાલની COVID-19 દરમ્યાન સરકારી સબસિડી ટ્રાન્સફર કરવામાં સમયસર અને પારદર્શક રીતે મદદ મળી છે તેમ પણ દાસે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ RBIની MPCની સમીક્ષા પૂર્ણ, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા યથાવત

ABOUT THE AUTHOR

...view details