નવી દિલ્હી: રેલવેએ ગેરકાયદેસર સોફ્ટવેરનો સફાયો કરતા 60 એજન્ટોની ધરપકડ કરી છે. જે આવી રીતે ટિકિટોનો બુકિગ કેરી લેતા હતાં. રેલવેના આ નિર્ણયથી પ્રવાસીઓ માટે વધારે સંખ્યામાં તત્કાલ ટિકિટ ઉપલબ્ધ રહેશે. રેલવેના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી.
રેલવેએ ગેરકાયદેસર સોફ્ટવેરનો કર્યો સફાયો, હવે વધુ સમય સુધી તત્કાલ ટિકિટ મળશે - રેલ સુરક્ષા દળ
રેલવે સુરક્ષા દળ (RPF)ના મહાનિદેશક અરૂણ કુમારે કહ્યું કે, સફાઇ અભિયાનનો અર્થ છે કે, પ્રવાસીઓ માટે તત્કાલ ટિકિટ કલાકો સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે પહેલા બુકિંગ ખુલ્યા બાદ એક અથવા બે મિનિટ સુધી જ ટિકિટ ઉપલબ્ધ રહેતી હતી.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, ANMS, મેક અને જગુઆર જેવા ગેરકાયદેસર સોફટવેર IRCTCના લોગિંન કરી, બુકિંગ કરી અને બેંક ઓટીપીની બાઈપાસ કરતા વાસ્તવિક ગ્રાહકોની આ બધી પ્રક્રિયાઓમાં પ્રસાર થવું પડતું હતું. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય ગ્રાહકને બુકિંગ પ્રક્રિયામાં લગભગ 2.55 મિનિટનો સમય લાગે છે, પરંતુ આવા સોફ્ટવેરનો ઉપયોગ કરનાર લગભગ 1.48 મિનિટમાં ટિકિટ બુક કરી લે છે.
રેલવેના એજન્ટોને તત્કાલ ટિકિટ બુકિંગની મંજૂર નથી અને છેલ્લા 2 મહિનામાં RPFએ લગભગ 60 ગેરકાયદેસર એજન્ટોને ઝડપી પાડ્યા હતાં. અરુણ કુમારે કહ્યું કે, એજન્ટોની ધરપકડની સાથે ગેરકાયદેસર સોફ્ટવેરને બ્લોક કરી દેવામાં આવ્યાં છે. જે વર્ષીય 50 કરોડ 100 કરોડ રૂપિયાનો કારોબાર કરતાં હતાં.