ચલણમાં રોકડ વધીને 21.36 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. તો બેંકોનું એટીએમ નેટવર્ક વીતેલા વર્ષે 2.06 લાખથી ઘટીને 2.02 લાખ થયું છે. ખેંચતાણ એ વાતની છે કે આરબીઆઈ તરફથી સુરક્ષા માપદંડોને લઈને વધારાનો ખર્ચ કોણ ઉઠાવશે.
ડેબિટ કાર્ડમાં બમણાથી વધુનો નોંધાયો વધારો, તો ATM માત્ર 20 ટકા જ વધ્યા - increase
મુંબઈ: છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ડેબિટ કાર્ડની સંખ્યા બમણાથી વધુ વધી છે. ફેબ્રુઆરી 2019 સુધી દેશમાં 94 કરોડ ડેબિટ કાર્ડ થયા છે. જ્યારે ઓગસ્ટ 2014માં જનધન યોજના શરૂ થઈ તે સમયે ડેબિટ કાર્ડની સંખ્યા 42 કરોડ હતી. તેની સામે એટીએમની સંખ્યા માત્ર 20 ટકા વધી છે. દેશમાં એટીએમ 1.70 લાખથી વધીને 2.02 લાખ થયા છે. બેંક, એટીએમ કંપનીઝ અને કેશ લોજિસ્ટિક્સ ફર્મ્સની વચ્ચે ખર્ચને લઈને ખેંચતાણ ચાલી રહી છે, જેને કારણે નવું રોકાણ અટકી ગયું છે.
એક મોટી સરકારી બેંકના નવા મશીનો માટે ખરીદી પ્રક્રિયા શરૂ કરાઆ હતી, પણ ટ્રાન્ઝક્શન પુરુ થયું નહી. કારણ કે એ વાત પર સહમતી ન બની તે વધારાનો ખર્ચ કોણ ઉઠાવશે. વીતેલા વર્ષે આરબીઆઈએ રોકડ લઈને જતા વાહનોની સુરક્ષા માટે કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. તે અનુસાર કહેવાયું છે કે રોકડ લઈને જતા આવતાં વાહનોમાં જીપીએસ અને હથિયારબંદ ગાર્ડ્સ જેવી સુરક્ષાનો બંદોબસ્ત હોવો જોઈએ. વાહનમાં રોકડ લઈ જવા પરની મર્યાદા પણ નક્કી કરાઈ છે.
તેમાં એમ પણ કહેવાયું છે કે બેંક કૈસેટ સ્વૈપ સીસ્ટમને અપનાવે. જેમાં રોકડ મેટલ સ્કેનર અને એટીએમમાં રોકડ ડાયરેક્ટ લોડ કરી દેવાશે. કેશ લોડર્સની પાસે રોકડ સુધી પહોંચ નહી હોય. બેંકોને 2021 સુધી તમામ મશીનોને અપગ્રેડ કરવાનું કહેવાયું છે.