- 1,482 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) માંથી 1,277 RTO પાસેથી વાહન નોંધણીનો ડેટા એકત્રિત કર્યો
- ગયા વર્ષે કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
- વાહન વેપારીઓના સંગઠન ફેડરેશન ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી
નવી દિલ્હી: મુસાફરોના વાહનોનું છૂટક વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ માર્ચમાં 28.39 ટકા વધીને 2,79,745 એકમ થયા છે. ગયા વર્ષે કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. વાહન વેપારીઓના સંગઠન ફેડરેશન ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી.
માર્ચ 2020માં વાહનોનું વેચાણ 2,17,879 યુનિટ્સ હતું
FADA( ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ)એ 1,482 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) માંથી 1,277 RTO પાસેથી વાહન નોંધણીનો ડેટા એકત્રિત કર્યો છે. માર્ચ 2020માં પેસેન્જર વાહનોનું વેચાણ 2,17,879 યુનિટ્સ હતું. જોકે, સમીક્ષા હેઠળના મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ 35.26 ટકા ઘટીને 11,95,445 એકમ થયું છે. જે એક વર્ષ અગાઉના મહિનામાં 18,46,613 એકમ હતું.