ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાઈરસ: સરકારી બેન્ક કર્મચારીઓને મળશે 20 લાખ રૂપિયા સુધીની વીમા સુરક્ષા - નાણામંત્રાલય

નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓમાં કોરોના વાઇરસથી મૃત્યુ થશે તો તેને 20 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે.

bank
bank

By

Published : Apr 21, 2020, 7:59 PM IST

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓમાં કોરોના વાઇરસથી મૃત્યુ થાય છે, તો તેઓને 20 લાખ રૂપિયા સુધીનો વીમો / વળતર મળશે. નાણા મંત્રાલયે સોમવારે આ માહિતી આપી. મંત્રાલયે વાઈરસના સંક્રમણ દરમિયાન સેવા ચાલુ રાખવા બદલ બેન્કોની પ્રશંસા કરી છે.

બેન્કોને પોતાના કર્મચારીઓ માટે વિશેષ ડૉક્ટરોની નિમણૂક કરી છે, અને સાથે જ હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું કે, આ મુશ્કેલ સમયમાં દેશભરમાં સેવાઓ ઉપ્લબ્ધ કરાવનારી દરેક બેન્કના કર્મચારીઓને અભિનંદન.

સરકારી બેન્કો કોરોના વાઇરસ સહિત તેમના તમામ કર્મચારીઓને આરોગ્ય વીમા કવર આપશે. તેમજ દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુની સ્થિતિમાં વળતરની રકમ પણ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details