ગુજરાત

gujarat

ETV Bharat / business

ગુજરાત બજેટઃ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7,232 કરોડની જોગવાઈ - બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કેટલા રૂપિયાની જોગવાઇ

નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ ભાષણમાં કહ્યું હતું કે આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે.

ETVBharat Gujarat Budget 2021-22
ETVBharat Gujarat Budget 2021-22

By

Published : Mar 3, 2021, 6:23 PM IST

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7,232 કરોડની જોગવાઈ

  • વાવણીથી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે.

  • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. 87 કરોડની જોગવાઈ

  • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. 10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. 82 કરોડની જોગવાઈ

  • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. 55 કરોડની જોગવાઈ

  • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. 50 કરોડની જોગવાઇ

  • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. 10 હજાર તથા બીજા વર્ષે રૂ. 6 હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. 32 કરોડની જોગવાઈ

  • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઈ

  • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. 12 કરોડની જોગવાઈ.

  • રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. 2 કરોડની જોગવાઇ

ABOUT THE AUTHOR

...view details