- નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
- ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
- અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ
ગુજરાત બજેટઃ પશુઓના દવાખાના માટે રૂ.43 કરોડની જોગવાઈ - બજેટમાં આદિવાસી વિકાસ માટેની જોગવાઇ
ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી.
Gujarat budget 2021
ગાંધીનગરઃગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.
- ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. 81 કરોડની જોગવાઇ
- 10 ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. 43 કરોડની જોગવાઈ
- ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. 25 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઈ
- રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. 20 કરોડની જોગવાઈ
- કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. 7 કરોડની જોગવાઈ
- દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. 3 કરોડની જોગવાઈ