નવી દિલ્હી: સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, કોરોનો વાઈરસ સંકટ દરમિયાન દવાઓ અને આવશ્યક ચીજોના વિતરણથી પોસ્ટ ડિપાર્ટમેન્ટને આ મોડેલ પર વધુ ભાર આપવાનો અવસર મળ્યો છે. ભારતીય ટપાલ ખાતાને ભારતીય પુરવઠા સાંકળ(સપ્લાય ચેન)ના લીડર તરીકે તૈયાર કરવાનું છે, પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેલિ-મેડિસિન, એગ્રિ-પ્રોડક્ટ્સ અને અન્ય ચીજવસ્તુઓ ઉત્પાદકોને ખરીદદારો સાથે સીધુ જોડાણ થઈ શકશે.
સંદેશાવ્યવહાર પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોવિડ -19 કટોકટી દરમિયાન પોસ્ટ વિભાગની પ્રવૃત્તિઓ અને પ્રયત્નોની સમીક્ષા કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, પોસ્ટમેન એ પણ સ્થળાંતર કરનારાઓના આંકડા એકત્રિત કરવા, તેમની કુશળતા વિશેની માહિતી એકત્રીત કરવી, તેમના ખાતા ખોલવા અને મનરેગા અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ ચુકવણીની સુવિધા આપવાનું પ્રથમ માધ્યમ બનવું જોઈએ.