વોશિંગ્ટન: યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે બંને દેશોના મોટા ઉદ્યોગપતિઓ અને આર્થિક નિષ્ણાતોની હાજરીમાં સમિટને સંબોધન કરશે. આ વર્ચ્યુઅલ પરિષદ કોવિડ-19ના વધતા પ્રભાવ અને વિશ્વમાં ચીનની આક્રમક કાર્યવાહી વચ્ચે થઈ રહી છે. જેમાં બંને દેશો અને વિશ્વ માટે એક સારા ભવિષ્યની ચર્ચા કરવામાં આવશે.
યુએસ-ભારત બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા આયોજીત આ સંમેલન 21 અને 22 જુલાઈના રોજ બે દિવસ સુધી ચાલશે.USIBCના પ્રમુખ નિશા દેસાઈ બિસ્વાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "આ વર્ષની કોન્ફરન્સની થીમ વધુ સારા ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમે યુએસ-ભારત કોરિડોર માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છીએ, તે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરશે."
બિસ્વાલે કહ્યું કે, ભારત અને અમેરિકા તેમના ઉદ્યોગો સાથે મળીને કામ કરી રહ્યા છે. સાથે મળીને કામ કરવાથી, બંને દેશો અને તેમના લોકો માટે સારું ભવિષ્ય બનશે, બન્ને દેશ વિશ્વ માટે સારું ભવિષ્ય બનાવવા માટે પણ મદદ કરશે. આ વર્ષે યોજાનારી ઈન્ડિયા આઈડિયા પરિષદમાં અમે આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.
વર્ચુઅલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 21 જુલાઈએ થશે આ અવસર પર ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસમૈન ડો.અમી બેરા અને રેલવે પ્રધાન પીયુષ ગોયલ વચ્ચે વૈશ્વિક સપ્લાય ચેઇન અને કોવિડ 19 અંગે ચર્ચા થશે.