નવી દિલ્હી: લોકડાઉનને તબક્કાવાર રીતે ખોલવાની હિમાયત કરતાં સોમવારે કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના સંકટને કારણે નબળી પડેલી અર્થવ્યવ્સ્થાને સરખી કરવા માટે જીડીપીના 5-6% જેટલા આર્થિક પેકેજની જાહેરાત કરવા માટે હિંમત બતાવવી પડશે.
પક્ષના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, વીમા અને નાણાકીય વ્યવસાય સાથે જોડાયેલા એકમોના સંપાદનને સંભાળવાની કોઈપણ પ્રક્રિયા બંધ કરવી જોઈએ. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી લોકડાઉન અને કોરોના સંકટ પર મંગળવારે સવારે રાષ્ટ્રને સંબોધન કરશે.