હૈદરાબાદ:નાણાકીય આયોજનઆપણા જીવનમાં (Planning for New Financial Year) ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, કોઈ જાણતું નથી કે, આપણા માટે શું છે. ક્યારેય કરતાં મોડું સારું, ઊંઘમાંથી જાગીને નવા નાણાકીય વર્ષમાં નાણાકીય આયોજન (Planning for New Financial Year) શરૂ કરો. આ માટે તમારે તમારી આવક અને ખર્ચની યાદી તૈયાર કરવી પડશે. જો તમે આજ સુધી ક્યારેય યાદી લખવાનો પ્રયાસ કર્યો નથી, તો તમારે તરત જ શરૂ કરવું જોઈએ.
નાણાકીય આયોજન: પહેલા તમારા ખર્ચ સાથે આયોજન (Planning for New Financial Year) શરૂ કરો. જો તમે જાણો છો કે, તમે શા માટે અને કેટલો ખર્ચ કરો છો. તો નાણાકીય શિસ્ત અપનાવવા માટે તૈયાર રહો. જો તમને ખબર હોય કે ખર્ચ ક્યાં કાપવો છે. તો બચતનો દર વધશે. એક મહિનામાં દરેક ખર્ચની ગણતરી કરો અને બિનજરૂરી ખર્ચો શું છે. તે ઓળખો અને બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ન ખર્ચવાનો મુદ્દો બનાવો. જો તમે આવક અને ખર્ચ વિશે પહેલેથી જ લખતા હોવ તો તેમને ફરીથી ધ્યાનથી જૂઓ. જો તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ બિનજરૂરી ખર્ચ હોય, તો તેને રોકવાનો પ્રયાસ કરો જેથી કરીને તમે ભવિષ્યની જરૂરિયાતો માટે રોકાણ (Investment for future needs) કરી શકાય તેવા નાણાં બચાવી શકો.
આ પણ વાંચો-Wings India 2022 :એરબસ સાથે ટાટાની નવા એરક્રાફ્ટની ખરીદી માટે ચર્ચા
નાણાકીય લક્ષ્યો:દરેક વ્યક્તિ નાણાકીય લક્ષ્યો (Planning for New Financial Year) હાંસલ કરવા તેની કમાણીમાંથી ચોક્કસ રકમ ફાળવે છે. તે બચત અને રોકાણના સ્વરૂપમાં છે. નવા નાણાકીય વર્ષમાં એક વાર આ લક્ષ્યોની સમીક્ષા કરો. જો નાણાકીય ઉદ્દેશ્યોમાં ફેરફારો અથવા ઉંમેરાઓ હોય, તો રોકાણ યોજનાઓ તે મુજબ બદલવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમે 10 વર્ષ પછી ઘર ખરીદવા માગો છો તો માસિક રોકાણની રકમ વધારવી જોઈએ. તેથી તમારે રોકાણના સંદર્ભમાં તે મુજબ તમારું બજેટ તૈયાર કરવાની જરૂર છે.