ગુજરાત

gujarat

ETV Bharat / business

Piyush Goyal on Export: ભારત આ વર્ષે 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યને હાંસલ કરશે - મુંબઈ સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન

ભારતના નિકાસે વધારવા માટે સરકાર કામ (Government's work to increase exports) કરી રહી છે. ત્યારે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal on Export) આ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારત 400 અબજ ડોલરના નિકાસના લક્ષ્યને (India to achieve USD 400 billion export target) પ્રાપ્ત કરશે, જે પહેલા ક્યારેય નથી થયું.

Piyush Goyal on Export: ભારત આ વર્ષે 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યને હાંસલ કરશે
Piyush Goyal on Export: ભારત આ વર્ષે 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યને હાંસલ કરશે

By

Published : Dec 19, 2021, 3:59 PM IST

મુંબઈઃ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal on Export) કહ્યું હતું કે, આ વર્ષે ભારત 400 અબજ ડોલરના નિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરશે, જે પહેલા ક્યારેય નથી થયું. ભારતના ઉક્ત નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ નવા બજારો વિશે વાત કરતાં કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત (UAE) મધ્ય-પૂર્વ અને આફ્રિકા માટે ભારતીય વેપારનું પ્રવેશદ્વાર બનશે અને અમે આ વિશાળ બજારને ટેપ કરવા ઈન્ડિયા માર્ટની સ્થાપના (Construction of India Mart) કરી શકીએ છીએ.

આ પણ વાંચો-How to improve CIBIL score: જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા CIBIL સ્કોર ફિક્સ કરો

ભારત-UAE નિઃશુલ્ક વેપાર સમજૂતી પર ચાલી રહી છે વાતચીત

કેન્દ્રિય પ્રધાન ગોયલે કહ્યું હતું કે, ભારત-UAE નિઃશુલ્ક વેપાર સમજૂતી (India-UAE Free Trade Agreement) પર વાતચીત ચાલી રહી છે. તેમણે ભારતમાં રોકાણ અને પાયાના ઢાંચાનું નિર્માણ કરવા માટે 100 અબજ ડોલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ પણ વાંચો-META disables Units: ઓનલાઈન પ્રવૃત્તિઓની જાસૂસી કરતી ભારત સહિત 7 યુનિટ ડિએક્ટિવેટ

પીયૂષ ગોયલે એક કાર્યક્રમમાં આપી માહિતી

મુંબઈમાં સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં (Mumbai Santacruz Electronics Export Processing Zone) મેગા કોમન ફેસિલિટી સેન્ટરનો શિલાન્યાસ કર્યા પછી શનિવારે પીયૂષ ગોયલે (Foundation stone of Piyush Goyal Common Facility Center) આ વાત કહી હતી.

ABOUT THE AUTHOR

...view details