- આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) સ્થિર
- આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો
- ઓગસ્ટના પહેલા 2 સપ્તાહમાં બ્રેન્ડ ક્રુડમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો
નવી દિલ્હીઃ દેશમાં આજે (7 સપ્ટેમ્બરે) ઈંધણ તેલની કિંમત સતત બીજા દિવસે પણ સ્થિર છે. આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા રવિવારે બંને ઈંધણમાં 15-15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધી છે, પરંતુ તેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નથી પડી. ઉલટાનું ઓગસ્ટમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી છે.
આ પણ વાંચો-મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી
ડીઝલ અત્યાર સુધી 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું
આપને જણાવીએ કે, ઓગસ્ટના પહેલા 2 સપ્તાહમાં બ્રેન્ડ ક્રુડમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી આ કિંમતમાં મજબૂતી જોવા મળી છે. છેલ્લા વેપારી સત્રમાં બ્રેન્ટ ક્રુડ 0.80 ટકાના વધારા સાથે 72.03 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. ઘરેલુ બજારની વાત કરીએ તો, 18 ઓગસ્ટ પછી અત્યાર સુધી ડીઝલ 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો-આજે સામાન્ય વધારા સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,300ને પાર