- સતત વધી રહ્યા છે ઇંધણના ભાવ
- અમદાવાદમાં એક લીટર ડીઝલ 97.91 રૂપિયા પ્રતિ લીટર
- પેટ્રોલની કિંમત 99.30 રૂપિયા પ્રતિ લીટર
નવી દિલ્હી : ભારતીય તેલ કંપનીઓએ મંગળવારે 5 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જયારે ડીઝલની 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ કરવામાં આવ્યું છે. આ વધારા બાદ દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ 102.64 રૂપિયા અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું
તાજેતરમાં કરાયેલ ઇંધણની કિંમતોમાં વધારા પછી દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ, છત્તીસગgarh, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પોંડીચેરી, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓરિસ્સા, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પેટ્રોલ 100 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.