- 15મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહિ
- પેટ્રોલના ભાવમાં 29થી 30 પૈસાનો વધારો કરાયો
- 17 જુલાઈથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ
નવી દિલ્હી : સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત 15મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 17 જુલાઈથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. જ્યારે આ દિવસે પેટ્રોલના ભાવમાં 29થી 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિલિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.08 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.02 રૂપિયા પ્રતિલિટર છે. તે જ સમયે ચેન્નઈમાં પેટ્રોલ 100થી વધારે છે. અહીં પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.39 રૂપિયા છે.
જાણો મોટા મહાનગરોમાં શું છે કિંમત ?
આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.
શહેર | ડીઝલ | પેટ્રોલ |
દિલ્હી | 89.87 | 101.84 |
મુંબઇ | 97.45 | 107.83 |
કોલકત્તા | 93.02 | 102.08 |
ચેન્નઇ | 94.39 | 102.49 |
(પેટ્રોલ-ડીઝલની કિંમત રૂપિયા પ્રતિ લિટરમાં છે)
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને પાર
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ સિવાયના મહાનગરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂક્યું છે.