- છેલ્લા 6 મહિનામાં ચાર દિવસ ડીઝલ મોંઘું થયું છે
- મંગળવારે પણ પેટ્રોલની કિંમત ઉછળી હતી
- આજે તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઉછાળો (Petrol-Diesel Price Hike) થવા લાગ્યો છે. ત્યારે મંગળવારે પેટ્રોલની કિંમતમાં ફરી એક વાર ઉછાળો આવ્યો હતો. જોકે, આજે (29 સપ્ટેમ્બર) ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ થોડી રાહત આપી છે. આજે તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, પરંતુ આ ચાર દિવસમાં જે તેજી સાથે કિંમત વધી છે. તેનાથા ડીઝલ પ્રતિલિટર પર લગભગ 1 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
કાચા તેલની કિંમત ત્રણ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી
તો પેટ્રોલ ગઈકાલે લગભગ 2 મહિના પછી 20-22 પૈસા પ્રતિલિટર મોંઘું થયું હતું. ઉપરથી આગામી દિવસોમાં ડીઝલ, પેટ્રોલ બંનેન કિંમત હજી વધી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ત્રણ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે.
ક્યાં શું કિંમત છે? જુઓ
શહેર | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
અમદાવાદ | 98.25 | 96.53 |
દિલ્હી | 101.39 | 89.57 |
મુંબઈ | 107.47 | 97.21 |
કોલકાતા | 101.87 | 92.62 |
ચેન્નઈ | 99.15 | 94.17 |
બેંગ્લોર | 104.92 | 95.06 |
ભોપાલ | 109.85 | 98.45 |
લખનઉ | 98.51 | 89.98 |
પટના | 104.04 | 95.70 |
ચંદીગઢ | 97.61 | 89.30 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે