- આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) સ્થિર રહી
- રવિવારે (5 સપ્ટેમ્બરે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો
- 18 ઓગસ્ટ પછી અત્યાર સુધી ડીઝલમાં 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું છે
નવી દિલ્હીઃ એક દિવસના ઘટાડા પછી આજે (સોમવારે) ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમતની કિંમત સ્થિર થઈ છે. આ પહેલા રવિવારે (5 સપ્ટેમ્બરે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો છે. આ પહેલા 1 સપ્ટેમ્બરે પણ આટલો જ ઘટાડો થયો હતો. ઓગસ્ટ મહિનામાં બંને જ તેલની કિંમતમાં અનેક વાર ઘટાડો થયો હતો. 18 ઓગસ્ટ પછી અત્યાર સુધી ડીઝલમાં 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું છે. જ્યારે ડીઝલ છેલ્લા કેટલાક સપ્તાહમાં 65 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે.
આ પણ વાંચો-સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,300ને પાર
બ્રેન્ટ ક્રુડ 0.51 ટકા મજબૂત થયું
બ્રેન્ટ ક્રુડની વાત કરીએ તો, છેલ્લા વેપારી સત્રમાં શુક્રવારે બ્રેન્ટ ક્રુડ 0.51 ટકા મજબૂત થઈને 73.40 ડોલર પ્રતિ બેરલ પહોંચી હતી. અમેરિકી ડોલરની સામે રૂપિયાનો વિનિમય દર 4 પૈસાના સામાન્ય લાભની સાથે 73.02 પર બંધ થયો હતો.
આ પણ વાંચો-પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?