- પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) 2 અઠવાડિયાથી વધુ સમયથી સ્થિર જ છે
- સોમવારે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) સ્થિર રહ્યા
- આજે 16મા દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) ફ્યૂલની કિંમતો નથી વધારી
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) છેલ્લા 2 અઠવાડિયાથી વધુ સમયથી સ્થિર જ છે. સોમવારે 2 ઓગસ્ટે સતત 16મા દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપની (Oil marketing companies)ઓએ ફ્યૂલની કિંમતો (Fuel prices)માં વધારો નથી કર્યો. એવી પણ સંભાવના દર્શાવાઈ રહી છે કે, દેશમાં તેલના ભાવ ઘટી પણ શકે છે. જોકે, ઓગસ્ટથી જ ઓપેક દેશોએ કાચા તેલના ઉત્પાદન (Crude oil production)ને વધારવા પર સંમતિ બતાવી હતી. ગયા મહિને આવેલા આ નિર્ણય પછી દેશમાં તેલની કિંમત સ્થિર ચાલી રહી છે. જોકે, એ બીજી વાત છે કે, મે, જૂન અને અડધા જુલાઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક સ્તર પર જોવા મળ્યા છે. પેટ્રોલ-ડીઝલ પોતાની સર્વોચ્ચ ઉંચાઈ પર જોવા મળી રહ્યા છે.
તો આવો જાણીએ કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો (Petrol-diesel prices) શું ભાવ છે?
રાજ્ય | પેટ્રોલની કિંમત (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલની કિંમત (રૂ.) (પ્રતિલિટર) |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઈ | 107.83 | 97.45 |
કોલકાતા | 102.08 | 93.02 |
ચેન્નઈ | 102.49 | 94.39 |
બેંગલુરૂ | 105.25 | 95.26 |
ભોપાલ | 110.20 | 98.67 |
લખનઉ | 98.92 | 90.26 |
પટના | 104.25 | 95.57 |
ચંદીગઢ | 97.93 | 89.50 |
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાગુ થાય છે