- દેશમાં પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) વધતી કિંમત પર કોઈ અંકુશ નથી
- આજે (શુક્રવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ચોથા દિવસે વધારો થયો છે
- દિલ્હીમાં 4 દિવસથી સતત વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલ 1.10 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું
નવી દિલ્હીઃ કાચા તેલમાં ઉછાળા આવવાના કારણે પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) કિંમત પર કોઈ અંકુશ નથી. ત્યારે આજે (શુક્રવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 20 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલ આજે ફરી એક વખત 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ મહિનાના પહેલા 8 દિવસમાં જ પેટ્રોલ દોઢ રૂપિયાથી વધુનો ઉછાળો જોઈ ચૂક્યું છે. ઓક્ટોબરના હજી તો આઠ દિવસ જ થયા છે અને આટલા દિવસોમાં 5 દિવસ ઈંધણ તેલની કિંમતમાં વધારો થયો છે.
બ્રેન્ટ ક્રુડની કિંમત પણ વધી
કાચા તેલની વાત કરીએ તો, ક્રુડ ત્રણ વર્ષોના ઉચ્ચ સ્તર પર જતું રહ્યું છે. જોકે, છેલ્લા વેપારી સત્રમાં બ્રેન્ટ ક્રુડની કિંમત 1.07 ટકા ઘટીને 80.21 ડોલર પ્રતિ બેરલ થયું છે.
આ પણ વાંચો-GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન