બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની નબળી માગની સંભાવનાને કારણે તેલની કિંમતમાં ફરી નરમાઇ આવી રહી છે. જો કે, અખાતી વિસ્તારમાં તણાવને ધ્યાનમાં રાખીને વધારે નરમ પડવાની સંભાવના નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8માં દિવસે પણ વધારો યથાવત - Etv Bharat
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારના રોજ સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરી 74 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે અને ડીઝલ પણ 67 રૂપિયા પ્રતિ લિટર કરતા વધારે કિંમતે મળવા લાગ્યું છે.
સાઉદી અરબમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલ વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તો આ સાથે જ ભારતમાં પેટ્રોલ 2 રુપિયે મોંધુ થઈ ગયું છે. તો દિલ્હીમાં ડીઝલ પણ 1.70 રુપિયા લીટર વધી ગયું છે. બીજા અન્ય શહેરોમાં પણ ડીઝલના ભાવમાં વધારો થયો છે.
તે જ મહિનામાં 14 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરબની સરકારી તેલ કંપની સાઉદી અરામકોના તેલ પ્લાન્ટ્સ પર ડ્રોન હુમલો થયા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતમાં સોમવારે 20 ટકાનો વધારો થયો હતો, જે 28 વર્ષ બાદ આવી સૌથી મોટી તેજી હતી.