પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો યથાવત - Mumbai
નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત ચોથા દિવસે પણ વધારો યથાવત છે. તેલ માર્કેટિંગ કંપનીઓએ ફરી દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 14 પૈસા જ્યારે કોલકત્તામાં 13 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. ડિઝલના ભાવમાં કોલકત્તા અને મુંબઈમાં સાત પૈસા જ્યારે ચૈન્નાઈમાં 8 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
ફાઇલ ફોટો
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે રવિવારે દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના વધીને ક્રમશ: 71.67 રૂપિયા, 73.73 રૂપિયા 73.73, 77.28 રૂપિયા અને 74.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ડિઝલના ભાવોમાં પણ મહાનગરોમાં વધીને ક્રમશ: 66.24, રૂપિયા, 68.40 રૂપિયા, 70.45 રૂપિયા પ્રતિ લીટર ભાવ થયો છે.