નવી દિલ્હી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગયા મહિને ડીઝલની કિંમતમાં 22 ગણો વધારો થયો હતો અને પેટ્રોલના ભાવમાં 21 ગણો વધારો કરવામાં આવ્યો હતો.
આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહીં... - પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દૈનિક ભાવ ફેરફાર
વૈશ્વિક બજારમાં ક્રુડની કિંમતોમાં સતત ઘટાડો થવા છતાં દેશભરની સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
![આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહીં... બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7842578-thumbnail-3x2-kjh.jpg)
બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહી
પેટ્રોલ અને ડીઝલના ભાવ બુધવારે સતત બીજા દિવસે સ્થિર રહ્યાં હતા, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી પાછા વધ્યાં છે. યુ.એસ.માં ક્રૂડ ઓઇલના ભંડારમાં ઘટાડો થયાના અહેવાલો જાણવા મળ્યા બાદ ભાવમાં વધારો જોવા મળ્યો છે.