ગુજરાત

gujarat

By

Published : Aug 13, 2021, 3:43 PM IST

ETV Bharat / business

Domestic Flightમાં પ્રવાસ કરતા લોકોને ઝટકો, આજથી 12.5 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે

હવાઈ યાત્રા કરનારા પ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે, આજથી દેશમાં હવાઈ યાત્રા કરનારા પ્રવાસીઓએ વધુ કિંમત ચૂકવવી પડશે. કેન્દ્ર સરકારે હવાઈ યાત્રાની કિંમતમાં 12.5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic flights)માં પ્રવાસીઓની સંખ્યા 65 ટકાથી વધારીને 72.5 ટકા કરવામાં આવી છે.

Domestic Flightમાં પ્રવાસ કરતા લોકોને ઝટકો, આજથી 12.5 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે
Domestic Flightમાં પ્રવાસ કરતા લોકોને ઝટકો, આજથી 12.5 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે

  • હવાઈ યાત્રા કરનારા માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) હવાઈ ભાડામાં 12.5 ટકાનો વધારો કર્યો
  • હવાઈ ભાડાની ઓછામાં ઓછી અને વધુમાં વધુ બંને વેલ્યુ પર આ વધારો કરાયો

નવી દિલ્હીઃ હવાઈ યાત્રા કરનારા માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. કારણ કે, આજથી હવાઈ યાત્રા કરનારા પ્રવાસીઓએ વધુ કિંમત ચૂકવવી પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) ગુરૂવારે રાત્રે હવાઈ ભાડામાં 12.5 ટકાનો વધારો ઝીંકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આજથી જ અમલમાં લેવાશે. હવાઈ ભાડાની ઓછામાં ઓછી અને વધુમાં વધુ બંને વેલ્યુ પર આ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-ભારતથી કેનેડા જતી ફ્લાઈટ્સ પર લગાવેલા પ્રતિબંધને લંબાવાયો, 21 સપ્ટેમ્બર સુધી તમામ ફ્લાઈટ્સ રદ

સરકારના આ પગલાંથી એરલાઈન કંપનીઓને ઘણી રાહત મળવાની આશા

આ સાથે જ કેન્દ્ર સરકારે (Central Government) દેશમાં તમામ એરલાઈન્સને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic flights)ની સંખ્યામાં 7.5 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ એરલાઈન્સ કંપનીઓને પ્રવાસીઓની ક્ષમતા વધારવાની પણ મંજૂરી આપી છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic flights)માં પ્રવાસીઓની સંખ્યા કુલ સીટના 65 ટકાથી વધીને 72.5 ટકા કરી દેવાઈ છે. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારી (Corona epidemic) અને તેના કારણે લાગેલા લૉકડાઉનના (Lockdown) કારણે હવાઈ પ્રવાસીઓની સંખ્યામાં પણ ભારે ઘટાડો આવ્યો હતો, જેના કારણે એરલાઈન કંપનીઓની કમાણી પર પણ અસર પડ્યો હતો. હવે સરકારના આ પગલાંથી એરલાઈન કંપનીઓને ઘણી રાહત મળવાની આશા છે.

આ પણ વાંચો-એર એશિયા ઇન્ડિયાએ માર્ચ 2022 સુધી શરૂ કર્યો ફ્લેશ સેલ

કેન્દ્ર સરકારના નિર્ણયની અસર અરલાઈન્સ કંપનીઓની કમાણી પર જોવા મળી

આ પહેલા કેન્દ્ર સરકારે 21 જૂને પણ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic flights)ના ભાડામાં 15 ટકાનો વધારો કર્યો હતો. કોરોનાની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic flights)ની સંખ્યા કોરોના પહેલાના 80 ટકાથી ઘટીને 50 ટકા કરવામાં આવી હતી. મહામારી દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય સતત હવાઈ ભાડા અને હવાઈ ક્ષમતાને રેગ્યુલેટ કરતું રહ્યું છે, જેની અસર એરલાઈન્સ કંપનીઓની કમાણી પર જોવા મળી છે. આપને જણાવી દઈએ કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા કેન્દ્ર સરકારે 5 જુલાઈથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પ્રવાસીઓની ક્ષમતા વધારીને 65 ટકા કરી હતી. હવે ફરી એક વાર તેને 7.5 ટકા વધારીને 72.5 ટકા કરી છે.

આ વર્ષે સતત ચોથી વખત વધારો

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Domestic flights)ના ભાડામાં આ વર્ષે સતત ચોથો વધારો કરવામાં આવ્યો છે. જેટ ફ્યૂઅલની કિંમતોમાં સતત વધારો થવાના કારણે આ ભાવવધારો થયો છે. જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના હવાઈ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે પ્રવાસીઓએ હવાઈ ભાડામાં 12.5 ટકા વધારે ચૂકવવા પડશે. એટલે કે દિલ્હીથી મુંબઈ આવતા પહેલા ઓછામાં ઓછા 4,700 રૂપિયા ભાડું હતું, જે હવે 5,287 રૂપિયા ચૂકવવું પડશે. તો મહત્ત્મ ભાડાની વાત કરીએ તો, પહેલા જ્યારે દિલ્હીથી મુંબઈ માટે 13,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. તે વધીને હવે 14,625 રૂપિયા થઈ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details