- પેટીએમ IPO (Paytm IPO) સબ્સ્ક્રિપ્શનના બીજા દિવસે ઓવર સબસ્ક્રાઈબ થયો
- બીજા દિવસે IPO કુલ 48 ટકા સબસ્ક્રાઈબ થયો
- રીટેલ રોકાણકારોનો સારો પ્રતિસાદ મળતા પહેલા દિવસે રિટેલનો ભાગ 70 ટકા સુધી ભરાયો
ન્યૂઝ ડેસ્કઃ પેટીએમ IPO (Paytm IPO) સબ્સ્ક્રિપ્શનના બીજા દિવસે આજે (9 નવેમ્બરે) કુલ 48 ટકા સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે. જ્યારે રીટેલ ભાગ 1.23 ગણો બુક થયો છે. પહેલા દિવસે રીટેલનો ભાગ 70 ટકા સુધી ભરાયો હતો. રીટેલ રોકાણકારો તરફથી આ IPO માટે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો નોન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (HNI) માટે રિઝર્વ મંગળવારે સવારે 12 વાગ્યા સુધી 0.29 ટકા ભર્યો છે. તો ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વનો ભાગ અત્યાર સુધી 0.29 ટકા ભર્યો છે. પેટીએમનો IPO રોકાણ માટે 10 નવેમ્બરે બંધ થશે અને કંપનીનો પ્લાન 18 નવેમ્બરે પોતાના શેર્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવવાનો છે.
આ પણ વાંચો-નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું
IPOની પ્રાઈઝ બેન્ડ
કંપનીએ આ IPO માટે પ્રાઈઝ બેન્ડ 2,080થી 2,150 રૂપિયા પ્રતિ શેર રાખી છે અને 6 શેર્સનો એક લોટ સાઈઝ છે. પ્રાઈઝ બેન્ડ અને લોટ સાઈઝના મતે, રીટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 6 શેર્સ માટે અરજી કરવી પડશે. અપર પ્રાઈઝ બેન્ડના હિસાબે રોકાણકારો લઘુતમ 12,900 રૂપિયા લગાવવા પડશે. રીટેલ રોકાણકાર આ IPOમાં મહત્તમ 15 લોટ માટે એપ્લાઈ કરી શકે છે. આ માટે તેમને 1,93,500 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.