- ડિજિટલ પેમેન્ટ ફર્મ Paytmએ કરી મોટી જાહેરાત
- 6 વર્ષ પૂરા થવા પર કંપની આપશે ઉપયોગકર્તાને લાભ
- કંપનીએ 50 કરોડનું ફંડ રાખ્યું અનામત
નવી દિલ્હી:ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ (Paytm)એ પોતાનો આઈપીઓ (IPO) લાવતાં પહેલાં મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેની એપ્લિકેશન દ્વારા વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર કેશ બેક (Cash Back) આપવાની જાહેરાત કરી છે. આ માટે કંપનીએ 50 કરોડનું ફંડ અનામત રાખ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના 6 વર્ષ પૂરા થવા પર કંપનીએ ઓનલાઇન વ્યવહારને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી લીધી છે.
ડિજિટલ પેમેંન્ટ કરવા માટે આપશે પ્રશિક્ષણ
આ માટે કંપની 200થી વધુ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં ઓનલાઈન વ્યવહાર શરુ કરવાની યોજના બનાવી છે. જેથી વેપારીઓને ડિજિટલ પેમેંન્ટ કરવા માટે પ્રશિક્ષણ આપી શકાય તેમજ કેશ લેસ પેમેટ અપનાવવા માટે રિવોર્ડ આપી શકાય. કંપની કર્નાટક, કેરલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિશેષ અભિયાન ચલાવશે.
ડિજિટલ ભારતને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારાઓને મળશે ગેરંટીડ કેશબેક