- સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ્સ રાજશેખર રાજહરિયાએ પત્ર લખી સમગ્ર ડેટા લીક મામલાનો કર્યો ખુલાસો
- RBI, ભારતીય કમ્પ્યૂટર ઈમરજન્સી પ્રતિક્રિયા દળ, PCI સ્ટાન્ડર્ડ્સ અને પેમેન્ટ ટેક્નોલોજી કંપનીને લખ્યો પત્ર
- કંપની પોતાના PCI-DSS અને ISO સર્ટિફિકેટો અંતર્ગત અત્યંત કડક પગલા ભરે છે
આ પણ વાંચોઃકપાસના યાર્નની નિકાસ પર સરકાર અંકુશ લગાવે: AEPC
ન્યૂઝ ડેસ્કઃ આ ડેટા લીકનો ખુલાસો સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ્સ રાજશેખર રાજહરિયાએ કર્યો છે. તેમણે ભારતીય રિઝર્વ બેન્ક, ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી પ્રતિક્રિયા દળ, PCI સ્ટાન્ડર્ડ્સ અને પેમેન્ટ ટેક્નોલોજી કંપનીઓને પણ આ અંગે પત્ર લખ્યો છે.
આ પણ વાંચોઃલૉકડાઉનમાં રદ થયેલી ફ્લાઈટના 99 ટકા ગ્રાહકોને પૈસા પરત કરાયાઃ ઈન્ડિગો
જોર્ડન હેવન નામના એક હેકર સમુહે સમાચાર એજન્સીને કરી ડેટા લીકની જાણ
જોર્ડન હેવન નામના એક હેકર સમુહે એક ભારતીય સમાચાર એજન્સીને આ ડેટાબેઝની લિન્ક ઈમેલથી મોકલી છે. આ સાથે જ લખ્યું છે કે, તેમનો કંપની પાસે પૈસા લેવા સિવાય ડેટાનો બીજો કોઈ ઉપયોગ કરવાનો ઈરાદો નથી અને તેઓ પોતાની તરફથી હટાવી રહ્યા છે. જોર્ડન હેવને મોબિક્વિકના સંસ્થાપક બિપીનપ્રીત સિંહ અને CEO ઉપાસના ટાકૂનો પણ બેન્કિંગ ડેટા શેર કર્યો. આ સાથે જ તેમણે મોબિક્વિકના ક્યૂઆર કોડની સાથે અપલોડ કરાયેલી તસવીર અને નો યોર કસ્ટમર અંતર્ગત લેવામાં આવેલા આધાર અને પાન કાર્ડ જેવા દસ્તાવેજોની તસવીર પણ શેર કરી હતી.
ડેટા સુરક્ષાને ગંભીરતાથી લઈએ છીએઃ કંપની
મોબિક્વિક કંપનીએ ડેટા લીકના દાવાને નકારી કાઢ્યો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, એક વ્યવસ્થિત કંપની હોવાના કારણે અમે ડેટા સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને ડેટા સુરક્ષા કાયદાનું પાલન કરીએ છીએ. કંપની પોતાના PCI-DSS અને ISO સર્ટિફિકેટો અંતર્ગત અત્યંત કડક પગલા ભરે છે, જેમાં વાર્ષિક સુરક્ષા ઓડિટ અને દરેક ક્વાર્ટરમાં નેટવર્ક પર આક્રમણનો ટેસ્ટ કરીએ છીએ.